વેધ ભરમ - 49

(226)
  • 10.6k
  • 5
  • 4.8k

વિકાસે બહાદૂરસિંહને આખી યોજના સમજાવી અને પછી બંને છુટા પડ્યા. ત્યાંથી નીકળી વિકાસ હોટલ પર પાછો આવ્યો રસ્તામાં તેણે પાછળ જોયુ તો પેલો બાઇકવાળો યુવાન હજુ પણ તેનો પીછો કરતો હતો. હોટલ પર આવી વિકાસ સાંજ સુધી હોટલમાં જ રહ્યો. રાત્રે જમીને તે ટેક્સી લઇ હોટલ બહાર નીકળ્યો. ટેક્સી તેણે વરાછા તરફ લેવડાવી અને નાના વરાછા મેઇન રોડ પર પહોંચી ટેક્સી ઊભી રખાવી. ત્યારબાદ તે ટેક્સીમાંથી નીચે ઊતર્યો અને ટેક્સીવાળાને ભાડુ ચૂકવી જવા દીધો. ટેક્સીવાળો ગયો એટલે વિકાસ સામે રહેલી ગલીમાં અંદર ગયો. આ આખો વિસ્તાર ટેક્સટાઇલના કારખાનાનો હતો. અત્યારે આ વિસ્તાર સુમસામ હતો. તે થોડો આગળ ગયો અને પછી