રેડ અમદાવાદ - 15

(15)
  • 3.8k
  • 1
  • 1.6k

‘તું...! તો તું છે... હત્યારો...!’, સોનલે રવિનો હાથ કસીને પકડ્યો. ‘ના...ના...! હું તો અહીં ચોપડી ખરીદવા આવ્યો છું. રવિવારી તો હું અવારનવાર આવું છું. એમાં નવું કંઇ જ નથી.’, રવિએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. ‘તું ડાબોડી છે?’, મેઘાવીએ રવિની આંખોમાં આંખો પરોવી. ‘ના... આ તો આ ચોપડી આ તરફ હતી, તો મેં ડાબા હાથનો ઉપયોગ કર્યો... બસ...’, રવિએ ચોપડીની જગા હાથના કિનાયથી દર્શાવી. ‘ઓહ...! તો આપણે જેને શોધીએ છીએ, તે આ નથી... અને…’, જયે માથા પર હાથ મૂક્યો. ‘અને આના લીધે, તે વ્યક્તિને આપણી યોજના