ડરતાં ડરતાં આમથી તેમ દસ ડગલા ને ફરી તેમથી આમ દસ ડગલા. કંઈક અલગજ મુંઝવણ ફીલ થતી હતી...એ મૂંઝવણ પણ સ્વાભાવિક હતી. ચાલતા ચાલતા નજર કરી તો હજુ સવારના સાડા પાંચ જ થયા હતા ને જીવનમાં આજે આ પહેલો બનાવ હતો. આમ તો સાવ એવું પણ ના કહેવાય કારણ કે આવા ઘણાં કિસ્સા અગાઉ જોયેલા હતા પણ આજે આમ લોકડાઉનમાંં આવું બનશે તે સપને પણ વિચાર્યુ ન હતું!!!!એજ બધી મુંંઝવણ દિમાગમાં ચાલતી હતી ત્યાં અંદરથી એક ભાઈ આવ્યો ને કહ્યું હવે તમારે અંદર આવીને ચેક કરવુું હોય તો ચાલો કંડીશન બહું ક્રિટિકલ છે !!! આ શબ્દો સાંભળતાજ મારૂ દિમાગ શૂન્યાવકાશ