હેત્વી અને હિતાર્થ ... ત્રિભંગ 01.

  • 3k
  • 1.2k

હેત્વી અને હિતાર્થ ...!!એક પ્રેમકથા ... ભાગ 01. કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો સમય વિતતો જતો હતો. પરંતુ હેત્વી નક્કી કરી શકતી ન હતી કે કઈ કોલેજમાં પ્રવેશ મેળવવો. તેની બધી જ સખીઓ એ પોતપોતાની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો હતો. પરંતુ હેત્વી એવી ચિંતામાં હતી કે પ્રવેશ ક્યાં મેળવવો. હેત્વીએ સુરતની પ્રતિષ્ઠિત એવી દરેક કોલેજનાં પ્રવેશપત્ર મેળવી લીધાં હતાં. હેત્વી તેની બહેનપણી પ્રિયા સાથે એક મહિલા કોલેજમાં પ્રવેશપત્ર લેવા માટે પહોંચી. આ કોલેજની આચાર્યા પ્રિયાની મમ્મી જ હતાં. તેમણે હેત્વીને કહ્યું કે, "તું તો ઘણી હોશિયાર છે. તું વિનયન કોલેજમાં પ્રવેશ મેળવવાને બદલે કોઈ સારી કોમર્સ