કલંક એક વ્યથા.. - 14

(15)
  • 3.8k
  • 1.3k

કલંક એક વ્યથા...14આપણે આગળ જોયું રાકેશ અને ઘરના એ મળી બિંદુની અંતિમ વિધી પુર્ણ કરી. હવે આગળ.....અહીં રાકેશ એના કુકર્મો છુપાવામાં સફળ થઈ ગયો. એવું વિચારી નિશ્ર્ચિંત થઈ ગયો. મોનીકાને ઘરમાંથી બિંદુ ગઈ, એની સૌતન ગઈ એ વિચાર કરી નિશ્ર્ચિંત થઈ ગઈ હતી.રાકેશે ભારત ફોન કરી થોડા રોકકળણના નાટક સાથે જાણ કરી દિધી કે બિંદુ હવે નથી રહી. અને હવે એ એના કર્યાના કોઈ પસ્તાવો વગર પોતાના રુટીનમાં લાગી ગયો.અહીં ભારતમાં બિંદુનો પરિવારે હાર તો નહતી માની હજુ બિંદુને પાછી લાવવાના પ્રયાસ ચાલુ જ હતા. પરંતુ બિંદુ હવે આ દુનિયામાં જ નથી રહી એ સામાચાર સાંભળતા ઘણો જ આઘાત લાગ્યો.