રાજકારણની રાણી ૫૦- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૦ જનાર્દને હિમાનીને સુજાતાબેનનું રહસ્ય પૂછતાં પહેલાં પણ પૂછ્યું હતું કે એ રહસ્ય કોણે કહ્યું? અને એ રહસ્ય જાણ્યા પછી પણ એને કોણે કહ્યું હતું એ જાણવાની ઉત્સુક્તા વ્યક્ત કરી હતી. સુજાતાબેન કોઇના પ્રેમમાં અગાઉ હતા એની તો જાણ ના હોય એ સ્વાભાવિક હતું. પરંતુ જતિનથી અલગ થયા પછી એ પ્રેમમાં આગળ વધ્યા એનો અમને બંનેને ખ્યાલ કેમ ના આવ્યો? એમ વિચારી જનાર્દન વધુ નવાઇ પામી રહ્યો હતો. સુજાતાબેન દરેક કામ સાવધાનીથી અને ચતુરાઇથી કરી રહ્યા છે એનો અનુભવ ડગલે ને પગલે થતો જ હતો. એમની પાસે આટલી બધી બુધ્ધિ અને ક્ષમતા હતી