સિકંદર એના જીવનકાળમાં ઘણી લડાઈઓ લડયો અને જીત્યો. પોતાના સાથીદારો, પ્રધાનો અને સેનાપતિઓ સાથે પૂરતો વિચારવિમર્શ કરીને એ લડાઈનું નેતૃત્વ સંભાળતો. મોરચા પર જાતે હાજર રહેતો અને જરૂર જણાતાં રણમેદાનમાં પણ ઊતરતો. કેટલીક લડાઈઓ એના સેનાપતિઓ લડતા. સિકંદર એ વાતથી સભાન હતો કે ભલે લડાઈ એના નામે લડાતી હતી, પરંતુ લડનારા તો સેનાપતિઓ અને સૈનિકો જ હતા. લડાઈમાં જીત થાય ત્યારે ભલે એ સિકંદરની જીત ગણાતી, પરંતુ અસલ જીત એ સેનાપતિઓ અને સૈનિકોની જ હતી. એટલે જ દરેક લડાઈ વખતે સૈનિકો અને સેનાપતિઓને એ એક ટૂકું છતાં પ્રેરણાદાયી પ્રવચન આપતો હતો. દર વખતે એમને એ એટલું જ