લાગણીઓના તાણાવાણા - ભાગ 5

(14)
  • 3.9k
  • 1.3k

કનિષ્કાએ માધવને કોલ લિસ્ટમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ બધી જ જગ્યાએ બ્લોક કરી દીધો હતો. અને આ જ કારણે માધવનો ગુસ્સાનો પારો વધી રહ્યો હતો. “અરે મને બ્લોક કરવાનો મતલબ શું છે? હું કોઈ સાયકો છું કે એને હેરાન કરત? સાલું, ભલાઈ કરવાનો જમાનો જ નથી. આપણને એમ કે કોઈને આપણી માટે લાગણી છે તો એ જળવાઈ રહે એવી કોશિશ કરીએ. બસ પોતાને જે જોઈતું હતું એ મળી ગયું એટલે કરી દેવાના બીજાને બ્લોક. ઠીક છે. મારેપણ શું છે? જાય તેલ લેવા. આવશે સામેથી વાત કરવા એક દિવસ.”, માધવ જાત સાથે જ બબડી રહ્યો હતો. માધવને એટલો બધો ગુસ્સો આવી રહયો