એકસો પાંચ “ઈશુ, ચલ તો મારી જોડે, થોડું કામ છે.” સુંદરી ઈશાનીના રૂમમાં આવી અને તેને રીતસર હુકમ કર્યો. “શું થયું ભાભી? આમ અચાનક?” ઇશાનીને નવાઈ લાગી. “હા, ચલ મેં કેબ બુક કરાવી છે આપણે એક જગ્યાએ જવાનું છે.” સુંદરીએ સ્મિત આપ્યું. “હા ચલો!” સુંદરીનું સ્મિત જોઇને ઈશાની પણ તૈયાર થઇ ગઈ. વરુણ રણજી ટ્રોફીની મેચ રમવા વિશાખાપટ્ટનમ ગયો હતો એટલે સુંદરીએ રાગીણીબેનને પોતે ઇશાનીને બહાર કોઈ કામ માટે લઇ જઈ રહી છે એમ કહ્યું. બંને ઘરની બહાર આવ્યાં ત્યાં જ કેબ આવી. ઈશાનીએ સુંદરીને પૂછ્યું તો નહીં કે તે તેને ક્યાં લઇ જઈ રહી છે, પરંતુ હવે તેને