એકસો ચાર આજે શુભ દિવસ છે. આજે સુંદરી અને વરુણના લગ્નનો દિવસ છે. સુંદરી અને વરુણના લગ્ન અમદાવાદથી દૂર એક રિસોર્ટમાં આયોજીત કરવામાં આવ્યા હતા. સુંદરી અને વરુણના લગ્નની વિધિ શરુ થાય તે પહેલાં જ એક બહુ મોટા સમાચાર દેશભરની ચેનલો પર ચમકવા લાગ્યા હતા. આ સમાચાર હતાં વરૂણનું ટિમ ઇન્ડિયાની ટ્વેન્ટી૨૦ ઉપરાંત વનડે ઇન્ટરનેશનલ ટીમમાં થયેલું સિલેક્શન. આ જ મહિનાના અંતમાં વરુણ લગભગ સવા મહિનાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો હતો. બધુંજ યોજના અનુસાર જ પાર પડી રહ્યું હતું. સુંદરી અને વરુણના વડીલોએ એટલેજ આજનો દિવસ નક્કી કર્યો હતો કારણકે વરુણનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક આવી ગયો હતો. આજે સુંદરીના વરુણ