એકસો બે રઘુ અને તેના ત્રણ સાથીદારો શ્યામલને લાતો મારી રહ્યા હતા. આમાંથી એક વ્યક્તિ પાસે લાકડી હતી અને એ વ્યક્તિ શ્યામલને લાતો અને લાકડી મારી રહ્યો હતો. ઈશાનીની ચીસ સાંભળીને બધાનું ધ્યાન એના પર ગયું. “આવી ગઈ ઈશુબેબી, આ રહી આની લવર. ઉપાડી લો આને.” ઇશાનીને જોઇને રઘુ જોરથી બોલ્યો. “પાગલ થયો છે કે શું? આણે જે ચીસ પાડી છે એ સાંભળીને સિક્યોરીટીવાળા હમણાં આવશે, આપણે ભાગીએ.” રઘુનો એક સાથીદાર બોલ્યો. રઘુના બીજા સાથીદારો પણ એની વાત સાથે સહમત થયા એટલે રઘુ કમને હોટલની આગલી તરફ તેના સાથીદારો સાથે દોડ્યા. એમના જવા સાથેજ ઈશાની દોડીને શ્યામલ પાસે પહોંચી.