સુંદરી - પ્રકરણ ૧૦૧

(129)
  • 5k
  • 7
  • 2.6k

એકસો એક સુંદરી અને વરુણની ‘રિંગ સેરેમની’ એ જ સ્ટાર હોટેલમાં હતી જ્યાં તેઓ લંચ માટે પહેલીવાર મળ્યાં હતાં. હર્ષદભાઈ અને પ્રમોદરાયે નક્કી કર્યા મુજબ ગણતરીના મહેમાનોને જ આ પ્રસંગે આમંત્રિત કર્યા હતાં તેમ છતાં દોઢસો જેટલા આમંત્રિતો આ પ્રસંગમાં ભાગ લેવા અને સુંદરી તેમજ વરુણને આશિર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવવા હાજર હતા. અમદાવાદ શહેરના સહુથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક બની ગયેલા ક્રિકેટર વરુણ ભટ્ટની સગાઈ ‘કવર’ કરવા સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોનો ખડકલો હોટલની બહાર થઇ ગયો હતો. દરેક પત્રકારને આમ તો વરુણ અને તેની થનારી વાગ્દત્તાની બાઈટ જોઈતી હતી પરંતુ એ શક્ય ન લાગતાં હોટલમાં પ્રવેશનાર દરેક મહેમાનોની આગળ પાછળ