સમસમ્ વાતો પવનનો આવાજ અને ધમધમ્ આવતો એ પાટાનો આવાજ એકમેકની સાથે તાલ પુરી સંગીતનો મહિમા બતાવી રહ્યા હતા. રૅલવેના દરવાજા આગળ બેઠેલા બે છોકરા રાજ અને ગોપાલ હાથમાં કંતન વિંટેલ પાણીની બોટલ લઇને આગળના પ્લેટફોર્મની રાહ જોઇ રહ્યા હતા. લાલ રંગની જમીનને નાના શીંગડા વાળી ગાયો તેમના દિલમા એક અલગ કુતુહલ પેદા કરી રહી હતી. ૧૪-૧૫ વર્ષના એ મિત્રો જીવનમાં પ્રથમવાર અમદાવાદના એક નાનકડા ગામડેથી આમ બહાર નીકળ્યા હતા એટલે આ સૌરાષ્ટ્રની રાજકોટ તરફની જીવન સંસ્કૃતી જોઇને જાણે કોઇ નવી સૃષ્ટીમા પગલું મુક્યુ હોય અને જે લાગણી થાય તેવી લાગણી અનુભવી રહ્યા હતા.આગળનું સ્ટેન્ડ આવવાની જાણ તેમને ગાડી ધીમી