*"#પાટીદારોની_પરસેવાની_કમાણીઆ લેખનું શીર્ષક પરસેવાની કમાઈ એવું આપ્યું છે અને આજે વાત પણ એની જ કરવી છે. આજથી ૭૦ વરસ પહેલાની પટેલના ઘરની આર્થિક સ્થિતિ, સામાજિક રિવાજો, જીવન શૈલી સંબંધોની સમરસતા અને વહેવારો જોવા જઈએ તો આજના યુવાનોને આ બધુ એક કાલ્પનિક વાર્તા જેવું લાગશે.આખો દિવસ ખેતરમાં કામ કરતાં કરતાં સૂર્યદેવ ક્યારે ઉગ્યા અને આથમી ગયા. એનીયે ખબર ખેડૂત પટેલને ના પડતી. આખોય પરિવાર ખેતી કામમાં ગળાડૂબ રહે. નાના છોકરા પણ નાનુ મોટું કામ કરી લે. બૈરા લોકોને ત્રણ ઘણું કામ હોય. ઘરનાં તમામ કામ, રસોઈ અને માલ ઢોરને સાચવવાનું. લીલો અને સૂકો દુષ્કાળ એના જીવનનો ભાગ બની ગયો હતો.સુકો દુષ્કાળમાં બોરડીના