અનંત સફરનાં સાથી - 21

(29)
  • 4.2k
  • 2
  • 2k

૨૧.શિક્ષણ રાધિકા શ્યામનાં ગયાં પછી રશ્મિ સાથે ક્લાસમાં ગઈ. પણ આજ તેનું લેક્ચરમાં ધ્યાન જ ન હતું. તેનાં કાનમાં શ્યામનાં શબ્દો જ ગુંજી રહ્યાં હતાં. બંને વચ્ચે પ્રેમની કૂંપળ ફૂટી ગઈ હતી. જેને જાહેર કરવાં શબ્દોની જરૂર ન હતી. બસ લાગણીઓ જ કાફી હતી. "હેય, કોનાં વિચારોમાં ખોવાઈ ગઈ??" રાધિકાને વિચારોમાં ખોવાયેલી જોઈને રશ્મિએ તેને કોણી મારીને પૂછ્યું. "શ્યામમમ..." રાધિકા એક સ્મિત સાથે બોલી ઉઠી. તેનાં ચહેરાં પરનું સ્મિત જોઈને તો રશ્મિ પણ જાણે ખુશ થઈ ગઈ. રાધિકા જેવી જીદ્દી અને લડાકૂ છોકરીને પણ ક્યારેક પ્રેમ થઈ જાશે. એવું રશ્મિએ વિચાર્યું ન હતું. પણ આજે એવું બની ગયું હતું. એ