પ્રકરણ - ૩૧/એકત્રીસ ગતાંકમાં વાંચ્યું.... ખીમજી પટેલ ફરી એકવાર કહાણીને અજીબ મોડ પર લાવીને છોડે છે. રાજીવ અને રતન વાર્તામાં ખૂટતી કડી શોધવાની કોશિશ કરે છે. અનન્યા અને રાજીવ વચ્ચે ફોન પર ટૂંકી વાતચીત થાય છે. રતન અને ખીમજી પટેલ વચ્ચે નાનકડી ચણભણ થાય છે..... હવે આગળ..... "હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધેસીધી કહી દયો નહિતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો," રતને કમરે ખોસેલી રિવોલ્વર કાઢી ને ખીમજી પટેલના લમણે તાકી દીધી. "રતનીયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો તો હવે શું ખાક ડરશે... ચાલ આ રમકડું એની જગ્યાએ