સુધાને મૃગધાં એ કહ્યું હતું કે એક માણસ તેણે અમદાવાદ લઈ જવા આવશે. અમદાવાદ પોહંચતા ત્રણ કલાક પેહલા સુધાને એક માણસ ગાડી માં લઈ જશે. સુધાને બચાવવા તે કોઈ 'રિસ્ક' લઈ શકે તેમ નથી. સુધાનો જીવ અનમોલ છે. મૃગધાંને સવારે ચાર વાગતા ફોન આવ્યોકે સુધાને તે માણસ લઈ ગયો છે. આ ફોન અવિરાજનો હતો. જ્યારે મૃગધાંએ એના માણસને ફોન કર્યોતો તેના અવાજમાં કઈક આશંકા જેવુ લાગ્યું. 'તમે સાચ્ચે અમદાવાદ જવા નિકળી ગયા છો ને?' મૃગધાંએ પૂછ્યું, તો ખબર પડી કે ડ્રાઇવરને તેના દીકરા - જે કોલેજમાં બેભાન થઈ ગયો હતો - ને જોવા ગાંધીનગર જવું પડયું હતું, તેથી તે ડ્રાઇવરનો