મહેંદી અને પીઠી

(11)
  • 4.1k
  • 1.4k

મારુ ઘર આખું લાઈટોથી શણગારેલું હતું,ધીરે ધીરે બધા મહેમાનો આવી રહ્યા હતા.બધાના ચહેરા પર એક ખુશીનું સ્મિત લહેરાતું હતું.ચારેય બાજુ રોનક જ રોનક હતી.ખુશીના તો ઠેકાણા જ ન હતા.મારાથી નાની અને મોટી બહેનો ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે.ધીમો ધીમો સંગીતનો અવાજ સંભળાય રહ્યો છે.હું અને મારી સખીઓ ફળિયામાં બેઠા છીએ.હા, અત્યારે મારી મહેંદી ચાલે છે.બંને હાથમાં મહેંદી મુકાઈ રહી છે.અમુક લોકો વાતો કરે છે તો અમુક લોકો કામ કરી રહ્યા છે.બસ હું એક જ સ્થિર થઈને બેઠી છું પણ મનમાં અનેક ગડમથલ ચાલી રહી છે.હા, મારા લગ્ન છે અને આવતીકાલે સવારમાં ગણેશ સ્થાપના છે.કાલે મારો માંડવો રોપાશે.મારી મહેંદી મુકાઈ ગઈ