સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી – દિવ્યેશ ત્રિવેદી

  • 5.5k
  • 1.5k

મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, એનું આ સપનું જાગતી આંખે જોયેલું સપનું હતું. ઊંઘમાં એણે જોયાં હશે એ સપનાંની વાત ભલે કરી નથી, પરંતુ એટલું અનુમાન અવશ્ય કરી શકાય છે કે ઊંઘમાં પણ એને હારવાનું સપનું તો નહિ જ જોયું હોય. આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે માણસને કેવાં સપનાં આવે છે એનો ઘણો બધો આધાર એના વ્યક્તિત્વ, એની વિચારસરણી, એની