લાગણી નો અંકુર

  • 3.3k
  • 830

લાગણી નો અંકુર અમદાવાદ ની સિવિલ હોસ્પિટલના બાળકો ના વોર્ડ ની બહાર દર્દીઓ ની ચહલપહલ વધુ હતી, જોકે આમ તો હંમેશા દર્દી ઓ ની ભીડ થી ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલ આજે વધારે ભીડ થી ઉભરાયેલી હતી અને એમાંય હમણાં વર્ષેલા કમોસમી વરસાદ ના લીધે બાળકો ના વોર્ડ આગળ ભીડ વધારે હતી. એવા માં દર્દી ઓ ની ભીડ ને ચીરી ને ગળા માં સ્ટેથોસ્કોપ અને સફેદ એપ્રોન માં સજ્જ પણ ચહેરા પર સહેજ થાક ની રેખાઓ સાથે ડૉ. નિરલ પ્રવેશી. હજુ હમણાં જ નિરલ એ બાળરોગ ના એમડી ના અભ્યાસક્રમ માં એડ્મિશન લીધું હતું અને ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર તરીકે