મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1

  • 7.9k
  • 2
  • 3.2k

હદયદાવક કાલ્પનિક વાર્તા આ વાત છે,એક નાના એવા ગામમાં રહેતા એક પરિવારની.એ પરિવારમાં કુલ ચાર સભ્યો હતા. માતા-પિતા, એક દિકરો અને એક દિકરી. દિકરી સ્વભાવે શાંત અને સમજુ હતી, સામે દિકરો ખૂબજ તોફાની અને રખડેલ તેમજ ઉડાઉ હતો. પિતાને હોલસેલ હોઝયરીનો બિઝનેસ હતો, અને માતા ઘરનું કામકાજ કરતી.આમતો આ પરીવાર, પૈસે-ટકે સુખી હતો. સમય જતાં તે પરિવારના મોભી, એવા પિતાનું, એક રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે. હવે પરિવારના મોભીનું મૃત્યુ થતા, એમનો હોલસેલ હોઝીયરીનો ધંધો પડી ભાગે છે. આમતો એ ધંધો સારો ચાલતો હતો, પરંતુ હવે એમના પરિવારમાં, એ ધંધાને સંભાળવા વાળું કોઈ ન હતુ. અકાળે આવી પડેલ આ આફત વખતે, બે સંતાનોની માતાને આજે પોતાની જાત