31 ડિસેમ્બરની તે રાત - 19

(24)
  • 6.2k
  • 5
  • 2.2k

ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબને સ્કાય બ્લ્યુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી દોરી મળી પરંતુ ફિંગર પ્રિન્ટ મેચ ન થઇ. વિરલ સાહેબના મનમાં ઘણી ઉથલ પાથલ ચાલી રહી હતી કારણ કે તેમને એક પછી પછી ઘણી બધી અસફળતા મળી રહી હતી અને ઉપરથી તેમના પર પ્રેશર પણ વધી રહ્યું હતું. વિરલ સાહેબને હવે કશું સુજતું ન હતું કે ક્યાંથી કેસને આગળ વધારીએ. તેમણે લ્યુક , પાંડે અને રાવને કેબિનમાં બોલાવ્યા. જુઓ આપણી પાસે ફક્ત કેશવના ફ્લેટની આ ફૂટેજ છે , ત્યાંથી મળેલી પેલી દોરી , તેના મિત્રોની ફિંગર પ્રિન્ટ તેમજ આ મસૂરીની ટ્રીપના ફોટોઝ છે અને ફક્ત તેના મિત્રો દ્વારા આપેલી