31 ડિસેમ્બરની તે રાત - 18

(18)
  • 4.2k
  • 1
  • 1.9k

ગયા ભાગમાં જોયું કે વિરલ સાહેબ ફૂટેજ જોઈ રહ્યા હતા અને એમાં બ્લેક જેકેટ પહેરીને કોઈ વ્યક્તિ ઘટનાની રાતે ટેરેસ પરથી નીચે આવતી દેખાઈ રહી હતી. "સર હું રાહુલ , નીરજ અને જૉનને લઈને આવ્યો છું." લ્યુકે કેબિનમાં આવી વિરલ સાહેબને જાણ કરી. " લ્યુક એક માહિતી મળી છે " વિરલ સાહેબે તે બ્લેક જેકેટવાળી વ્યક્તિની આખી ફૂટેજ બતાવતા કહ્યું. લ્યૂકે આખી ફૂટેજ જોઈ અને બંને રાહુલ , નીરજ અને જૉનને મળવા બહાર આવ્યા. "સર... અમને અહીંયા કેમ લવવવામાં આવ્યા છે? " રાહુલે વિરલ સાહેબને આવતા જોઈને પૂછ્યું. " રાહુલ , નીરજ અને જૉન રાઈટ...? કેશવના સંસ્થાના મિત્રો...એક કામ કરો