લવ બાઇટ્સ - પ્રકરણ-42

(121)
  • 7.6k
  • 4
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-42 સ્તવન આશા અને મીહીકાને લઇને ઘરે આવ્યો. બધાંએ કાર જોઇને ખુશી જતાવી આશીર્વાદ આપ્યાં. મયુર આવે એટલે બહાર જમવા જવાનો કાર્યક્રમ ફાઇનલ કર્યો. અને મયુરને ચાપાણી કરાવે ત્યાં સુધી ફ્રેશ થવા માટે એનાં રૂમમાં ગયો. આશા બધાની નજર ચૂકવી મીહીકાને ઇશારો કરી સ્તવનનાં રૂમમાં ગઇ. સ્તવન અને આશા બંન્ને પ્રેમ પ્રચુર અવસ્થામાં હોઠથી હોઠ મીલાવીને આનંદ લઇ રહ્યાં. આશાએ પ્રેમનાં આવેગમાં સ્તવનનો હોઠ કરડી લીધો. સ્તવનથી ઓહ થઇ ગયું. અને આશા હસી પડી પછી બોલી પ્રેમ એટલો ઉભરાયો હતો કે હોઠ છોડી ના શકી અને દાંત દબાઇ ગયો. સ્તવનનો હોઠ લાલ લાલ થઇ ગયો. સ્તવનને ટુવાલ દબાવી દીધો.