લવ બાઇટ્સ - પ્રકરણ-41

(108)
  • 6.2k
  • 3
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-41 સ્તવન આશા અને મીહીકાને લઇને નવી મળેલી કાર અઘોરીજી અને માઁ મહાકાળીનાં સમર્પિત કરવા આશીર્વાદ લેવા માટે આશ્રમ મંદિર ગયાં હતાં. અઘોરીજીએ એમનાં સૂક્ષ્મ છતાં પ્રભાવી ચક્ષુથી ત્રિકાળજ્ઞાનથી બધુ જોયું સમજી ગયેલાં. આશા-મીહીકા અને સ્તવનને આશીર્વાદ આપ્યાં હતાં. ત્રણે જણાં અઘોરીજીનાં ચરણમાં આવેલાં એટલે અઘોરીજીએ આશીર્વાદની સાથે સાથે જયાં સાવચેતી રાખવાની હતી ચોક્કતા એટલે કે સાવધાન રહેવાનું હતું એનાં માટે પણ એ લોકોને ચેતવ્યાં હતાં સાથે સાથે આશા અને ધીરજ રાખવા કહ્યું હતું અંતે તમારાં ઋણ અને કર્મ પ્રમાણે ફળ મળવાનું છે એમ કહ્યું હતું. અઘોરનાથજીએ કહ્યું બસ સાવધાની પૂર્વક તમારું કર્મ કરો માઁ મહાકાળી બધુ સારુ કરશે