એક જમાનો હતો જ્યારે નિશાળના અને શિક્ષકોના દુર્ભાગ્ય હું પણ ભણવા જતો. લગભગ મારા ભીરુ સ્વભાવને ધ્યાનમાં રાખીને જ 'ચિત્રલેખા' દેવીએ મારા નસીબમાં એક જ શાળામાં અભ્યાસ કરવાનું ઠરાવેલું. એ શાળાના એક વર્ગમાં ભૂગોળ ભણાવતી વખતે અમારા સાહેબે અમને સવાલ પૂછ્યો કે,"મારા વ્હાલા ઠોબારાઓ! કહો જોઈએ ઈશ્વરે માણસને આપેલું શ્રેષ્ઠ વરદાન ક્યુ?" આમ તો શિક્ષકે કરેલા સંબોધન મુજબ વર્ગમાં બધા ઠોબારાઓ જ હતા પણ અપવાદ તો હોય જ! એવા અપવાદરૂપ એક વિદ્યાર્થીની સાથે જ્યારે જવાબ આપવા મેં મારી આંગળી ઊંચી કરી ત્યારે શિક્ષકને એવો આઘાત લાગ્યો જાણે એની છોકરીને ભગાડીને પરણવાની ધમકી આપી હોય! એક શાણા વિદ્યાર્થીએ જવાબ આપ્યો