મન : સંબંધ મિત્રતા નો - 83

(12)
  • 4.5k
  • 1
  • 1.5k

બીજે દિવસે સવારે, આજે નિયા નો બર્થ ડે હતો. એ એના સાસુ એ આપેલી કુર્તી પહેરી ને એના મમ્મી સાથે મંદિર ગઈ. આવી ને પ્રિયંકા બેન એ લોચો બનાવ્યો હતો એ ખાધો. થોડી વાર પછી એ જોબ પર ગઈ. બપોરે લંચ બ્રેક પડ્યો પણ હજી સુધી ભાવિન નો મેસેજ કે કૉલ આવ્યો નઈ હતો એટલે નિયા ને લાગ્યું એને યાદ નઈ હોય. જમતાં જમતાં એ બધા ના મેસેજ જોતી હતી તો આદિ નો પણ એક પણ મેસેજ નઈ હતો. જોબ કરતી ત્યાં એક નાનું ગ્રુપ જેવું બની ગયું હતું. નિયા એ લોકો ના કહેવાથી થોડી વાર છુટ્ટી નેં બહાર ગઈ.