આદિત્ય એની બાજુ માં નિયા અને નિયા ની બાજુ માં મનન હતો. અને એમની સામે તેજસ અને નિશાંત બેસેલા હતા. આદિત્ય, તેજસ અને નિશાંત કઈક મસ્તી ની વાત કરતા હતા. અને નિયા અને મનન કઈક બીજી જ વાત કરતા હતા. મનન અને નિયા ને આમ વાત કરતા જોઈ ને તેજસ એ કહ્યું, " શું ખીચડી બનાવી રહ્યા છો તમે બંને ?" " કઈ નઈ " એ લોકો ત્યાં બેસી ને કોલેજ ની મસ્તી અને એ દિવસો યાદ કરી રહ્યા હતા ત્યાં મનન એ કહ્યું, " હું આવું " એક મિનિટ માં નિયા અને મનન નઈ કઈક ઈશારા માં વાત થઈ