શ્રી કૃષ્ણ વિષ્ટિકાર

  • 7.9k
  • 2
  • 2.7k

શ્રી કૃષ્ણ વિષ્ટિકાર DIPAK CHITNIS(dchitnis3@gmail.com) શ્રીકૃષ્ણ વિષ્ટિકાર બનીને હસ્તિનાપુર ગયા હતા. હસ્તિનાપુર જવાનો તેમનો મુખ્ય કારણ તે શાંતિના દૂત બનીને ગયા હતા. શાંતિના દૂત તરીકે તેઓ ગયેલ હોઈ તેમની ઉતારો રાજભવનમાં આપવામાં આવેલ હતો. દુર્યોધને પોતાના ભાઈ દુશાસનના ભવનમાં ક્રિષ્ણના ઉતારા માટે સગવડ કરેલ હતી. પરંતુ કૃષ્ણતો ગંગાતીરે કુટીર બાંધીને રહેતા વિદુર ને ત્યાં ગયા હતા. અગાઉ વિદુર પણ હસ્તિનાપુરના રાજ ભવન માં રહેતા હતા: તે છોડી ને તેઓ વનમાં શા માટે રહેવા ગયા, તેનો ખુલાસો કરતા “ભાગવત” માં શુક્રાચાર્ય ધૃતરાષ્ટ્રના ચાર પ્રકારના દોષ વર્ણવે છે : પ્રથમ તો, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાના પ્રપંચમા “ વિનષ્ટદ્રષ્ટિ” ધુતરાષ્ટ પણ જોડાયા