રહસ્યમય મદદ

(19)
  • 3.9k
  • 920

દીપ્તિ.....! દીપ્તિ.....! ની બુમો સાથે ટકટક...... ટકટક..... ટકોરા પડ્યા દરવાજે ને મારી આંખો ખુલી. ઘરમાં બાનો આરતી કરતો અવાજ આવી રહ્યો હતો મને જોરદાર ઊંઘ આવી રહી હતી. દરવાજો ખોલીને "શું છે મમ્મી? સુવા પણ નથી દેતી તું શાંતિથી." એમ કહીને આંખો બંધ કરીને હું પાછી બેડ પર સુઈ ગઈ. "તને ખબર છે કેટલાં વાગ્યા છે? તારે કોલેજ જવાનું મોડું થાય છે ચાલ ઉઠ હવે! તારા પપ્પા પણ ઓફિસ જવા નીકળી ગયા હમણાં જ." ઉતાવળે રૂમના પડદા ખોલતાં - ખોલતાં મમ્મી બોલી. બારીમાંથી આવતા પ્રકાશના કિરણ અને મમ્મીએ મારી નિંદ્રા છીનવી લીધી. હું