લાગણીઓ નું સરનામું : હ્રદય અમદાવાદ ના અસારવા વિસ્તાર માં આવેલી સિદ્ધિ સોસાયટી ના ઘર નં 48/2 ના દરવાજા માંથી બહાર નીકળતા નીકળતા અને હાથ માં બેટ લઈ ક્રિકેટ રમવાની ઉત્સુકતા સાથે વિહંગે ઘર માં રહેલી પોતાની મમ્મી ને સાદ પાડીને કહ્યું “મમ્મી , હું ક્રિકેટ રમવા જાઉં છું, આવતા મોડું થશે, તું જમી લેજે, હું આવી ને જમીશ.” “હા પણ બેટા જરા જલ્દી આવી જજે” માં એ પણ ચિંતાતુર ચહેરે પ્રતિસાદ આપ્યો. હજુ વિહંગ થોડો જ દૂર ગયો હશે ત્યાંજ એ જમીન પર ફસડાઈ પડ્યો. તાત્કાલિક વિહંગ ને નિકટ માં આવેલી સિવિલ હોસ્પિટલ ના ઇમર્જન્સિ વિભાગ માં દાખલ કરવામાં