મારી શિક્ષણ યાત્રાની સફરે ભાગ ૨૪(૧) અજાણતા થયેલ ભૂલ “તું જલ્દી જા, બહેનએ તને બોલાવી છે” ( બહેન એટલે આચાર્યશ્રી) હું એક તાસ પૂરો કરી સ્ટાફ રૂમમાં પાણી પીવા આવી અને બીજો તાસ લેવા જઈ રહી હતી ત્યાં મારી મિત્રએ મને કહ્યું. એના અવાજમાં થોડી ચિંતા જણાતા મેં પૂછ્યું કે શું થયું એ તો કહે. આચાર્ય ચાલુ તાસે ક્યારે પણ અમને બોલાવતા નહીં અને અનુકૂળતા એ જ અમને આવવાનું કહેતા પણ આજે તાસ ની વચ્ચે મને બોલાવી એનો મતલબ એમ કે કંઈક તાત્કાલિક જરૂરી વાત કરવાની હશે એટલે મને થોડી ચિંતા સાથે ઈંતજારી થઈ! મેં એને પૂછ્યું કે શું થયું કંઈક તો કહે? ત્યારે એ કહે મારા વર્ગની ઓલી કવિતાનો પ્રશ્ન છે, એ ડિપ્રેશનમાં છે એ માટે તને વાત કરવા બોલાવે છે. તો મે કહ્યું કે એ તારા વગરની વિદ્યાર્થિનીની છે