-: લોહીની સગાઈ :- DIPAK CHITNIS(dchitnis3@gmail.com) કોલવણ ગામના ચોરા (ગ્રામ પંચાયત કચેરી)ઉપર મામલતદાર સાહેબની વિઝીટ હતી. ગામના ખેડૂતો વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદી-તકિયે બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ (ગામના મુખી) બેઠા હતા. આજુબાજુ ગામના ખેડૂતો બેઠા હતા. તેમજ વેપારીઓ પણ બેઠા હતા.બે કોશના પાકા કુવા તથા કુંડી બાંધેલી એક વાડીની ૧૦૦ વીઘા ની જમીન બિનવારસે જતા આજે હરાજી થવાની હતી. વાડીમાં એક મકાન હતું. ઢોર ના ઢોરવાડીયા હતા. ૭૫ આંબાના ઝાડ હતા. નાળિયેરી મોસંબી અને ચીકુ તેમજ બીજા ફળોના પણ ઝાડ હતા. જમીનની ફરતે દીવાલ બાંધવામાં