31 ડિસેમ્બરની તે રાત - 16

(17)
  • 4.3k
  • 2
  • 1.8k

રાહુલ વોશરૂમમાંથી સામાન્ય થઈ પાછો બારમાં આવીને બેઠો જ્યાં કેશવ , નીરજ , ઋતવી તેમજ જેસિકા બેઠા હતા. વોશરૂમમાં થયેલી ઘટના બધાને કહેવી રાહુલને યોગ્ય નાં લાગ્યું જેથી તે આવી ટેબલ પર બેઠો અને બધાએ બિયર પીવાનું શરૂ કર્યું. લગભગ રાતે નવ વાગે બધાએ જમી લીધું હતું અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા કારણ કે બીજા દિવસથી ફરવાનું હતું. કેશવ અને રાહુલ બંને સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાહુલે તેની સાથે થયેલી ઘટના જણાવી. "શું વાત કરે છે? મતલબ આ હોટેલમાં એક આત્મા છે એમ?" કેશવે રાહુલની ઘટના સાંભળી હસતા હસતા કહ્યું. "યાર...ખબર નહીં પરંતુ તે ઘટના બાદ મારી