31 ડિસેમ્બરની તે રાત - 14

(18)
  • 3.5k
  • 3
  • 1.9k

લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ દહેરાદૂન પહોંચી ગયા હતા. ઠંડી વધારે હતી પણ એક નવો અને જબરદસ્ત અનુભવ પણ હતો. ચારે બાજુ મુસાફરો જેકેટ,સ્વેટર શાલ, સ્કાફ વગેરે પહેરીને અવરજવર કરી રહ્યા હતા. એક શાનદાર પર્યટકોનું સ્થળ લાગી રહ્યું હતું. રાજીવ સર : સૌપ્રથમ પહેલા આપણે કંઇક ચા , નાસ્તો વગેરે કરી લઈએ ત્યાર બાદ ટેક્સી મારફતે નક્કી કરેલી હોટેલ માટે આપણે નીકળીશું. ક્લીઅર? બધાં મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીઓએ હા.. માં હા.. પાડી અને બધા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા. રેલ્વે સ્ટેશનની સામે એક મોટી ધાબા જેવી હોટેલ હતી જેની અંદર જાતજાતની જમવાની અને નાસ્તાની રમજટ જામી હતી અને તેમાં મુસાફરોની ભીડ