31 ડિસેમ્બરની તે રાત - 13

(18)
  • 3.7k
  • 2
  • 1.8k

બધા ફર્સ્ટ ક્લાસ ડબામાં ચઢી ગયા હતા અને પોતપોતાની જગ્યા લઇ સામાન ગોઠવી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મથી નીકળી ગઈ હતી. સાંજના લગભગ છ વાગ્યા હતા. પૂર ઝડપ અને શિયાળના મોસમના કારણે ઠંડી વધારે લાગી રહી હતી. બધાએ જેકેટ , સ્વેટર પહેરી લીધા હતા. રાહુલ ટ્રેનના ડબ્બામાં ટોઇલેટના બાજુમાં જે ગેટ હોય ત્યાં ઉભો ઉભો ઠંડી હવા સાથે સિગારેટ પી રહ્યો હતો. ત્યાંજ તેને બોલાવવા ઋતવી આવી પણ તેણે રાહુલને સિગારેટ પીતા જોયો અને મોં બગાડી પાછી પોતાની જગ્યાએ જતી રહી કારણ કે તે કેટલીય વાર રાહુલને આ બાબતે ટોકતી હતી. રાહુલે ફટાફટ અડધી સિગારેટ પૂરી કરી તેને બહાર ફેંકી પોતાની