ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 21 (પ્રેશર)

(17)
  • 3.2k
  • 3
  • 1.5k

ટોમીએ સામે ઊભેલા બાબાને જોઈ તરત જ તેના માણસોને ઊભા રહેવા કહ્યું... ટોમી : એક મિનિટ...પકડી રાખ આને... ટોમીએ તરત બાબાના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને તેના બે માણસોને બાબાને પકડવા કહ્યું. ટોમી જેવો હાથમાં શોટ ગન લઈને આગળ વધ્યો ડાબી બાજુ રસોડામાંથી પાંડેએ પિસ્તોલથી ગોળી મારી...ટોમી તરત નીચે ઝૂક્યો...અને એક શોટ ગનની ગોળી ચલાવી... ટોમીની ગોળી સીધી દિવાલના ખૂણે જઈને વાગી અને દીવાલનો ટુકડો તૂટીને દીવાલને અડીને ઉભેલા પાંડેના આંખની નીચે વાગ્યો... પાંડે થોડો પાછળ ગયો અને બીજી બે ત્રણ ગોળી ચલાવી પણ એક પણ ટોમીને ના વાગી. તેટલામાં ટોમીના માણસો આગળ વધવા ગયા એટલામાં ટોમીએ તેમને રોક્યા અને