ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 18 (ભૂતકાળ 1991-92)

(19)
  • 3.3k
  • 1
  • 1.5k

સમરે જેલના મેઈન ગેટની બહાર પગ મૂક્યો. અહમદાબાદ જે 1985 થી લઈને 1987 સુધી હતું તેનાથી બિલકુલ વિપરીત હતું. રસ્તા ધમધમી રહ્યા હતા. બધી દુકાનો , શાકભાજીની લારીઓ , વાહનો , બસો બધું જ શરૂ હતું. પણ તે દિવસે કઈક ઉજવણીનો માહૌલ રસ્તા પર હતો.... ટ્રકોમાં, પોતાની ગાડીઓ તેમજ બસોમાં રેલીઓ નીકળી રહી હતી. હવામાં રંગબેરંગી ગુલાલ ઉડાડીને રેલી આગળ વધી રહી હતી સાથે સાથે રસ્તાપર ફટાકડાની રેલ પણ હતી. ચારે બાજુ ફટાકડાના ધુમાડા...સાથે સાથે હવામાં રંગબેરંગી ગુલાલ... સમર ફટાકડાના ધુમાડાથી આંખ બંધ કરી જમણી બાજુ જવાનું શરૂ કર્યું. ત્યાં એક ચાની કીટલી હતી. ત્યાં જઈને તેણે એક ચા નો