31-12-1992 , અહમદાબાદ વર્ષનો છેલ્લો દિવસ હતો.પહેલાતો 31 ડિસેમ્બરની રાતનું આટલું બધું ન હતું આજના જેમ પરંતુ વી. આઈ.પી અને મોટા માણસો પાર્ટીઓ તેમજ ક્લબોમાં જતા. ઘોર અંધકારમય જંગલ જેવા વિસ્તારમાં એક અંદર કારખાનું હતું. કારખાનામાં લાઈટો ખરી. બહારથી કોઈને ના લાગે કે અંદર આવું કોઈ કારખાનું હશે. કારખાનું ખૂબ મોટું હતું. કારખાનાના પાછળના ભાગમાં ટ્રકો પડેલા હતા. કારખાનાના પહેલા ભાગમાં જથ્થા બંધ ટામેટા પડેલા હતા સાથે સાથે ઇમ્પોર્ટેડ કંપનીની શરાબ પડેલી હતી. અમુક કારીગરો કેરબામાં તે શરાબ ખાલી કરી ઇન્જેક્શન દ્વારા તે ટામેટામાં શરાબ ભરી રહ્યા હતા. બીજા ભાગમાં " J BLACK " નામનું એક મોટું બોર્ડ લગાવેલું હતું.