1987, સાબરમતી જેલ એક વીસ વર્ષનો છોકરો , ઊંચાઈ લગભગ પાંચ ફૂટ આંઠ ઇંચ , શરીરે સાવ પાતળો , દાઢી મૂંછના વાળ હજુ ફૂટ્યા હતા , એક ગોળ કાળા કલરના નંબરના ચશ્માં પહેર્યાં હતાં અને માથે ટકલુ કરાવેલું , ગુન્હેગારોની લાઈનમાં ઉભો હતો. લાઈન ધીરે ધીરે આગળ વધી રહી હતી. ' નામ? .....અરે નામ બોલ શું મોઢું જોઈ રહ્યો છે ? ' ત્યાં બેઠેલા જેલર જે બધના વારા ફરતી નામ લખી રહ્યો હતો તેણે જોરથી ખખડાવતા કહ્યું. ' સ..સ..' આટલું બોલતા પાછળ ઊભેલા એક ભાઈ જેને જોઈનેજ ડરી જવાય. છ ફૂટ ઊંચાઈ , માંજરી આંખો અને મોઢાં પર મોટો ચીરો