ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 8 (રમખાણોનું મૃત્યુ)

(17)
  • 4k
  • 1
  • 1.7k

તે છોકરો જેવો જ કરણના ગાળા પર ચપ્પુનો ઘા મારવા ગયો કે કરણએ એક હાથથી ચપ્પુ પકડી બીજા હાથથી તેના મોઢાં ઉપર જોરદાર મુક્કો માર્યો. તે છોકરો મુક્કો વાગવાથી થોડો પાછળની બાજુ નમ્યો કે કરણ તરતજ જટકા સાથે ઉભો થયો. તે છોકરાએ વળતા પ્રહારમાં ચપ્પુ જમણેથી ડાબે ગુમાવ્યું અને કરણના હોઠના નીચે દાઢી ઉપર મોટો ચીરો પડી ગયો. કરણ માંડ માંડ બચ્યો. લોહી વહેવા લાગ્યું હતું અને તે છોકરો હજુ ફરીથી આગળ આવી ફરીથી ચપ્પુ મારવાનો પ્રયાસ કરે એ પહેલાં કરણે પાછળથી સાઈલેન્સર વાળી પિસ્તોલ કાઢી અને સીધી પેલા છોકરાના કપાળ પર ગોળી મારી. એક જટકા સાથે પેલો છોકરો જમીન