"આઈ એમ હેપ્પી"આજે વિહાન ખૂબ ખુશ હતો એની આતુરતાનો આજે અંત આવવાનો હતો, જુહુ બીચ પર તે ભીડથી દૂર પોતાની મન પસંદ જગ્યાએ એકાંતમાં બેઠો હતો, દરિયાનો મંદ શીતલ પવન એના રોમ રોમમાં એક અનેરા આનંદનો ઉત્સાહ ભરતો હતો અને આંખો એની પ્રિયસીની પ્રતીક્ષામાં સ્થિર પેલા રસ્તા પર હતી. ઘણો લાંબો સમય વીતી ચુક્યો હતો સૂરજ પણ ધીરે..... ધીરે.... ઢળવાની તૈયારી કરી રહ્યો હતો, હવે વિહાનના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કેમ આટલું મોડું થયું હશે? બિચાડી અજાણી છે આ શહેરમાં શું રસ્તો ભૂલી ગઈ હશે? કે પછી એના આવવાની કોઇને જાણ થઈ ગઈ હશે અને કઈ અજુગતું....... ના