માતૃત્વ શક્તિ

  • 4.2k
  • 1.3k

હેતલના ઘરમાં બધા આજે ફરીથી ગમગીન હતા, હોય જ ને વાત જ એમ હતી. હેતલને કુંવારા સારા દિવસો જાય છે એ ઘરમાં બધાને છ મહિને ખબર પડી. ખબર પડતાની સાથે ઉદાસી અને ગુસ્સો ઘરના દરેક સભ્યોને ઘેરી વળી. હેતલ ખૂબ સારી છોકરી હતી, દેખાવે સુંદર, સ્વભાવે મિલનસાર, અને મનથી સ્વાભિમાની. અભ્યાસ પૂરો કરી મોટી કંપનીમાં સારા હોદ્દે આકર્ષક પગાર પર જોબ કરતી હતી, પણ કહેવાય છે ને કે ક્યારેક બહુ સમજદાર પણ અણસમજુ પગલું લઈ લેતા હોય છે. હેતલ સાથે પણ આમજ થયું.સમીર અને હેતલ એકબીજાને પસંદ કરતાં હતાં, સમીર દેખાવડો યુવાન અને હેતલ પણ એક નજરમાં ગમી જાય તેવી.