વિઠ્ઠલ તીડી : વેબ રીવ્યુ - વિઠ્ઠલ તીડી

(39)
  • 6.3k
  • 1.5k

વિઠ્ઠલ તીડી : રૂઆબ નેટફ્લિક્સની વેબસિરિઝ જેવોસૌથી પહેલાં તો લેખકશ્રી મુકેશ સોજીત્રાને તીન એક્કા જેટલી પાઉરફુલ વધામણીઓ. એમની વાર્તા "વિઠ્ઠલ તીડી" જે શબ્દરૂપે હતી એ આજે અભિનયરૂપે રિલીઝ થઈ. શબ્દો જ્યારે કેમેરા સામે આવે ત્યારે તેમનું વજન આપમેળે વધી જતું હોય છે. જો કલાકાર ઉમદા હોય તો. અને આ વેબસિરિઝ જોવાનું પહેલું કારણ કોઈ હોય મારા માટે તો એ છે મુકેશ સોજીત્રા સાહેબ.બધું બહુ જલ્દી થયું. જટ ટ્રેલર ફટ રિલીઝ. "સ્કેમ 1992" નો નશો હજી ઉતર્યો નથી અને ઓસર્યો પણ નથી ત્યાં પ્રતીક ગાંધી ફરી નવી નશીલી વાર્તા લઈને હાજર થઈ ગયો. અને અત્યારે ગુજરાતી સિનેમા જગતમાં બધાને ગમે એવો