અધૂરી નવલકથા - પાર્ટ 23

  • 4.1k
  • 1
  • 1.3k

પ્રતિકે ફોટા ને ધ્યાનથી જોયો. થોડું ઘણું વુચાર્યુ અને કહ્યું. "મેં આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે." "તમે થોડુંક ધ્યાનથી જુવો તો મને ઘણી મદદ મળશે." નયને કહ્યું. "ના, ચોરી દોસ્ત હું નથી ઓળખાતો." પ્રતિકે કહ્યું. "દોસ્ત તમે એક વખત ધ્યાનથી જુવો તો ખરા કદાચ તમને યાદ આવી જાય કઈંક." નયન કહ્યું. "સોરી દોસ્ત પણ હું કોઈને એક વખત જોઈ લવ એટલે તેને હું ક્યારેય ભૂલતો નથી." પ્રતિકે ફોન નયનને આપતા કહ્યું. નયને ભૂલથી નવ્યા નો ફોટો બતાવવાના બદલે આરતીનો ફોટો બતાવ્યો હતો. જેનાથી નયન અજાણ હતો.