લેખ:- કુંવારપાઠુંલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલગભગ દરેક જણ માટે જાણીતું છે આ એલોવીરા. સંસ્કૃતમાં એને કુંવારપાઠું કહેવાય છે. એ જેટલો દેખાવ સારો નથી ધરાવતો એટલી જ વધારે ખૂબીઓ ધરાવે છે. તેનાં પાંદડા લીલા રંગના અને એની કિનારી કાંટાળી હોય છે. આ લીલી ત્વચાની અંદર જ એનો સંપૂર્ણ માવો આવેલો હોય છે. મેદાની પ્રદેશો, દરિયા કિનારો, રણ વિસ્તાર અને પહાડી પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. આયુર્વેદ તથા યુનાની ઔષધિ પદ્ધતિમાં એલોવીરાનો બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત શાક, અથાણું, મુરબ્બો, જામ અને અન્ય પૌષ્ટિક વાનગીઓ બનાવવા માટે પણ કુંવારપાઠું વપરાય છે. જોઈએ એનાં થોડા ઔષધીય ગુણો:- એ એક કુદરતી