શબ્દોના કિનારે....

  • 3.7k
  • 1.1k

આવ્યો છું હું...!!આ જીંદગીની છેક સુધી ફરી આવ્યો છું હું...સમનદરની એકે એક તરંગ તરી આવ્યો છું હું...!તરતાં-ડૂબતા શ્વાસો છે હવે જે રાહે...એ, રસ્તે રસ્તામાં તારી યાદોને મળી આવ્યો છું હું...!!સમયના પળે પળને તારું નામ ધરી આવ્યો છું હું...તારી નજરોની હોળી રંગે રંગથી ચીતરી આવ્યો છું હું...!દવા - દુઆની કશી ખબર હવે મને રહી નથી...કારણ, બધા ધબકારે વીતેલા ક્ષણો જડી આવ્યો છું હું...!!આંખોથી આંસુની વહેતી ધાર સુધી રડી આવ્યો છું હું...હૃદયના શબ્દે શબ્દોની આજે ઈબાદત કરી આવ્યો છું હું...!લાગે છે કે અંતરનો વિશ્વાસ બન્યો છે હવે નશો...પણ, શરાબના ટીપે ટીપે પ્રેમ-સુવાસ ઢોળી આવ્યો છું હું...!!