આગે ભી જાને ના તુ - 30

  • 3.1k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૩૦/ત્રીસ ગતાંકમાં વાંચ્યું..... લાજુબાઈ પછી કાંતિના આકસ્મિક મૃત્યુથી જમના ભાંગી પડે છે. કાંતિની અંતિમયાત્રાના સમયે એના સાસુ અને નણંદ એની સાથે અપમાનિત વ્યવહાર કરે છે પણ સુજાતા જમનાનો સાથ આપે છે. અંતિમયાત્રામાં આવેલી ભીડમાં અનંતને ખીમજી પટેલ દેખાય છે..... હવે આગળ.... કાંતિની અંતિમયાત્રામાં આવેલા સગા-સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછડતી ઝલક જોઈ એટલે એ ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલોપ થઈ ગયો અને અનંત અહીં-તહીં હવાતિયાં મારવા લાગ્યો પણ કંઈ હાથ ન લાગતા એ પણ અન્ય લોકોની સાથે અંતિમવિધિમાં જોડાઈ ગયો. બધી વિધિ પુરી થતાં સુધીમાં સાંજ પડી ગઈ.