ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો મિત્રો, મહાનુભાવોની ઓળખ કરતાં કરતાં આજે આપણે જાણકારી મેળવીશું ભારતનાં સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી એવા આર્યભટ્ટ વિશે. આર્યભટ્ટનો જન્મ ઈ. સ. 476 ની આસપાસ થયો હોવાનું મનાય છે. તેઓ પ્રાચીન યુગનાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટ્ટીય ગ્રંથ જે તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે ઈ. સ. 499માં લખ્યો હતો તે તેમજ આર્ય સિદ્ધાંત એ તેમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે. આર્યભટ્ટનાં જન્મ અને જન્મસ્થળ વિશે ઘણાં વિવિધ મતો છે. આર્યભટ્ટીયમાં તેમનાં જન્મ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાં છતાં કેટલાંકનાં મતે તેઓ અશ્માકા તરીકે ઓળખાતા નર્મદા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં જન્મ્યા હતા અને અશ્માકાને તેઓ મહારાષ્ટ્ર