ધીરજ ની કસોટી

(27)
  • 4.9k
  • 1.2k

વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતો એક છોકરો સવારમાં ઊઠીને આખા દિવસનું આયોજન કરી રહ્યો હતો.આયોજન સાથે ચાલવા વાળા આ છોકરાને તેના આયોજન પ્રમાણે ન થાય તો ગુસ્સે થતો અને અકળાઈ જતો હતો. તેના પ્રમાણે આમ થવું જોઈએ એટલે જ સવારે ઊઠીને આખા દિવસનું આયોજન કરી નાંખ્યું. આયોજન કરવું જરૂરી હતું કારણ કે આજે તે પ્રોજેક્ટ નું કામ પતાવી તેને ઘરે જવું હતું. તેટલામાં ફોનની રિંગ વાગે છે તે ફોન ઉપાડે છે સામેથી તેનો મિત્ર મીત બોલે છે યાર, અનિકેત મેમ આજે કોલેજ આવવાના નથી તો શું કરીયે ? અને ઝેરોક્ષ વાળો પણ 11-12 વાગ્યાની આસપાસ રીપોર્ટની પ્રિન્ટ આપશે. હવે,